પોસ્ટ્સ

2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Charan Kanya Poem Lyrics | Zaverchand Meghani | Gujarati Kavya

છબી
ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદરઊઠે! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ...

Ram Vala Nu Sapakharu Lyrics | Giga Barot | Sapakharu

છબી
વીર રામવાળા નું સપાખરું સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.  ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.  કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર, રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા, ડણંકી મામલે શુરા કરે મારામાર.  હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા, વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક, ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં, મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.  બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ, તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ, લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.  હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી, ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન, બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી, સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.  લોઢે સાગરારા કેના...

Vendari Katari | Sapakharu | Lyrics

છબી
વેંડારી કટારી છંદ:- સૂપાંખરો ભલી વેંડારી કટારી લાંગા એતાદિ કળાકા ભાણ સંભારી કચારી માહી હોવંતે સંગ્રામ હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હૈયા અજાબીઆ માંગે થારી દોધારી ઇનામ પઢ્ઢી અઢ્ઢી આખરા કી જમદઢ્ઢી કઢ્ઢી પાર ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ બમ્બોળી રતમ્માં થકી કંકોળી સી કઢ્ઢી બાર હોળી રમી પાદશારી નીસરી હરમ આષાઢી બીજલી જાણે  ઉતરી શી અણીબેર મણિ હિરાકણી જડી નખારે સમ્રાથ મણિએહો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત આખિયાત અણી ભાત નથે કણી જરી જાળીયામા તરી જોવે ઝાંખ ઝાંખ શાત્રવાંકા હીયા બીચ સોસરી કરી તે જેસા ઈસરી નીસરી જેસી તીસરી સી આંખ - મહેરામણજી જાડેજા(રાજકોટ)